મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ૧૩૦૦ જવાન તૈનાત


SHARE









મોરબીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ૧૩૦૦ જવાન તૈનાત

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ચૂંટણી યોજાઇ રહી છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ તેમજ હોમગાર્ડના કુલ મળીને ૧૩૦૦ જેટલા જવાનો સમગ્ર જિલ્લાના મતદાન મથક ઉપર બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.

આજે સમગ્ર ગુજરાતની અંદર લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હોય છે મોરબી જિલ્લાની જો વાત કરીએ તો આજે ૧૯૭ ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ રહી છે તેના માટે પોલીસ દ્વારા કુલ મળીને ૧૩૦૦ જેટલા જવાનોને મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તેનાત કરવામાં આવ્યા છે વધુમાં આ અંગે મોરબી જિલ્લાના ડીવાયએસપી રાધિકા ભારાય સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૬૦૦ થી વધુ પોલીસ જવાન અને૬૦૦ થી વધુ હોમગાર્ડના જવાન આમ કુલ મળીને ૧૩૦૦ જેટલા જવાનોને આ ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય તે માટે થઈને ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે અને હાલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકા ની અંદર શાંતિપુર્વક મતદાનની પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ તેઓએ જણાવેલ છે.




Latest News