મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર શિવનગરમાં ગામમાં થતાં ડખાઓને લઇને લોકો મતદાનથી અળગા રહ્યા..!


SHARE









મોરબીના પંચાસર શિવનગરમાં ગામમાં થતાં ડખાઓને લઇને લોકો મતદાનથી અળગા રહ્યા..!

મોરબી તાલુકાના પંચાસર ગામે આવેલ શિવનગરમાં 891 જેટલા મતદારો છે જેમના દ્વારા આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવામાં આવ્યુ નથી અને જૂના ગામમાં ચાલતા વિવાદો શિવનગર નવા ગામમાં ન થાય તે માટે થઈને આ ચૂંટણીમાં તેઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું નથી તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

મોરબી જિલ્લામાં 197 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અને મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે જોકે વાત કરીએ મોરબી નજીકના પંચાસર ગામની તો પંચાસર ગામ અને તેની બાજુમાં આવેલ શિવનગરમાં કુલ મળીને મતદાન માટે ત્રણ બુથ બનાવવામાં આવેલ છે જે પૈકીના બે બુથ ઉપર પંચાસર ગામની પ્રાથમિક શાળામાં હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે જોકે શિવનગર પ્રાથમિક શાળાની અંદર જે બુથ બનાવ્યું છે તેમાં 891 મતદારોનો સમાવેશ થાય છે પરંતુ આજે સવારના દસ વાગ્યા સુધી કોઇએ મતદાન કર્યું નહોતું અને આ ચૂંટણીની અંદર શિવનગર ગામમાંથી કોઈ મતદાર દ્વારા મતદાન નહીં કરવામાં આવે તેવુ હાલમાં ગામના લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં એવી પણ માહિતી મળી છે કે જૂના ગામમાં જે કાંઈ મનદુખ કે માથાકૂટ હોય તેનું ઘર નવાગામમાં ન થાય તે માટે થઇને શિવનગર ગામના લોકોએ સ્વયંભૂ રીતે પોતે આ ચૂંટણીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને 891 મતદારો આ ચૂંટણીની અંદર મતદાન કરશે નહીં..!




Latest News