મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબી OSEM CBSE સ્કુલ ખાતે ચાઈના ના ઉદ્યોગ સાહસિકો ની પ્રેરક ઉપસ્થિતી માં કોમર્સ ના વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સ ડે ઉજવાયો


SHARE









મોરબી OSEM CBSE સ્કુલ ખાતે ચાઈના ના ઉદ્યોગ સાહસિકો ની પ્રેરક ઉપસ્થિતી માં કોમર્સ ના વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સ ડે ઉજવાયો

વિદ્યાર્થીઓને સૈધ્ધાંતિક જ્ઞાન સાથે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર અનેરુ આયોજન

મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE ખાતે કોમર્સ ના વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સ ડે નુ આયોજન કરવા માં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને સૈધ્ધાંતિક જ્ઞાન સાથે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર આયોજીત કોર્પોરેટ ડે માં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સ ના વિવિધ વિષયોને લગતા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ રજુ કર્યા હતા, તે ઉપરાંત વિદ્યાર્થીઓમાં માર્કેટીંગ કૌશલ્ય નો વિકાસ થાય તે માટે પ્રોડક્ટ સેલીંગ યોજાયુ હતુ તેમજ ગૃપ ડીશક્શન-સ્ટ્રેટ ઈન્ટરવ્યુ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા. તમામ કેટેગરી ના પ્રેઝન્ટેશન ના અંતે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત કરી પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા. આ તકે મોરબી ના અગ્રણી ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ રોકડ, ચાઈના ની સ્ટેલા પ્રોફેશનલ કંપની ના ડીરેક્ટર શેલી લી, એન્જીનીયર શેન હાઉજી તથા લુ ઝીંગ્રોંગ સહીત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

        વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત કોમર્સ ડે ના સફળ આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ , સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજભાઈ જેઠવા, સંસ્થા ના પ્રિન્સિપાલ શ્રીમતિ દીપા શર્મા મેડમ સહીતનાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.






Latest News