મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર-કેનાલ રોડ ઉપર એક્ટિવા સ્લીપ થતા 34 વર્ષીય યુવાનનું મોત


SHARE







મોરબીના લીલાપર-કેનાલ રોડ ઉપર એક્ટિવા સ્લીપ થતા 34 વર્ષીય યુવાનનું મોત

મૃતક કારખાનમાં સુપરવાઈઝર હતો, કામ પતાવી ઘરે જતો હતો ત્યારે બનેલો બનાવ,સફેદ પટ્ટા ન કર્યાં હોય, સ્પીડ બ્રેકર ન દેખાતા એક્ટિવા સ્લીપ થયું : ઈજા થતા 34 વર્ષીય સંદીપ જાનીનું મોત

મૃતક મૂળ માળીયા (મી.)ના ઘાટીલાનો વતની, હાલ મોરબીના નાની વાવડી પાસે રહેતો, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત


મોરબી નજીક લીલાપર કેનાલ રોડ પર સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ન કર્યાં હોય, સ્પીડ બ્રેકર ન દેખાતા એક્ટિવા સ્લીપ થયું હતું. જેમાં ઈજા થતા 34 વર્ષીય સંદીપ જાનીનું સારવારમાં મોત નીપજ્યું હતું. મૃતક કારખાનમાં સુપરવાઈઝર હતો. કામ પતાવી ઘરે જતો હતો ત્યારે બનેલો બન્યો હતો. બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, મૃતક સંદીપ મધુસુદનભાઈ જાની (ઉંમર વર્ષ 34) મૂળ મૂળ માળીયા (મી.)ના ઘાટીલા ગામનો વતની હતો. પણ હાલ મોરબીના નાની વાવડી પાસે પરિવાર સાથે રહેતો હતો અને રફાળેશ્વર પાસે આવેલ વિનાયક પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. તા. 26/12ના રોજ રાત્રે 9.30 વાગ્યાં આસપાસ સંદીપ પોતાના એક્ટિવા પર કારખાનેથી કામ પતાવી પોતાના ઘર તરફ જતો હતો.

ત્યારે મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયા પાટા વિસ્તારમાં પહોંચતા ત્યા રાત્રીના અંધારામાં સ્પીડ બ્રેકર ન દેખાતા એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. જેથી સંદીપને માથે અને શરીરે ઈજાઓ થઈ હતી.તેને મોરબીની હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે તેમણે દમ તોડી દીધો હતો. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમમાં ખસેડ્યો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યા મુજબ, સંદીપને સંતાનમાં બે દીકરીઓ છે. દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.

ગેરકાયદેસર સ્પીડ બ્રેકર દૂર કર્યાં
સૂત્રોએ જણાવ્યું કે, જ્યાં સંદીપ જાનીનું એક્ટિવા સ્લીપ થયું ત્યારે ગેરકાયદેસર સ્પીડ બ્રેકર હતું. એટલે કે કોઈ સ્થાનિકોએ પોતાની રીતે આ સ્પીડ બ્રેકર બનાવ્યું હતું. અકસ્માતની ઘટના બનતા હાલ તંત્રએ આવા ગેરકાયદેસર સ્પીડ બ્રેકર દૂર કર્યાં હતા
 






Latest News