મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અમૃતમંથનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અમૃતમંથનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપના ડો.દેવેનભાઈ રબારીનો જન્મદિવસ હતો જેથી કરીને સ્કાય મોલ ખાતેમાં પારિવારિક મિલન તથા ‘અમૃતમંથન’ના કાર્યક્રમનું આયોજન યોજાયું હતું. જેમાં અગ્રણીઓ તેમજ બુદ્ધિજીવીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જાણીતા વકતા ડો. જિગરભાઈ ઈમાનદારએ ખાસ વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યુ હતુ કે, આપણે બીજા માટે તો ઘણા કાર્ય કરતા હોઈએ છીએ. આપણા માટે પણ કાર્ય કરવું જોઈએ. જેમ કે સત્ય બોલવું, કર્તવ્ય નિભાવવું. દિવસ દરમિયાન શુ ખોટું કર્યું તેનું રાત્રીના સમયે મંથન કરવુ. બીજા દિવસે તે ન થાય તેનું ધ્યાન રાખવું. તમામ લોકો ઈમાનદારી અને ખંતપૂર્વક કાર્ય કરશે તો ચોક્કસ આપણો દેશ નવી ઊંચાઈએ પહોંચશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ડો. દેવેનભાઇ રબારીએ જણાવ્યું હતું કે, મારા માટે સફળતા કરતા સંઘર્ષ વધારે મહત્વનો રહ્યો છે. કારણ કે સંઘર્ષ એક યાત્રા છે અને સફળતા તો ફક્ત એક સ્ટેશન. ખાસ કરીને જન્મદિવસ નિમિત્તે તેઓને શુભકામનાઓ પાઠવવા આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News