મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી લોહાણા મહાજનના સ્નેહમિલનમાં લેવાયો નિર્ણય: નવા પ્રમુખ અશોકભાઈ કાથરાણી, ઉપપ્રમુખ જમનભાઈ હિરાણી અને મહામંત્રી પ્રફુલભાઈ પોપટ


SHARE







મોરબી લોહાણા મહાજનના સ્નેહમિલનમાં લેવાયો નિર્ણય: નવા પ્રમુખ અશોકભાઈ કાથરાણી, ઉપપ્રમુખ જમનભાઈ હિરાણી અને મહામંત્રી પ્રફુલભાઈ પોપટ

મોરબી શ્રી લોહાણા સમાજ ની એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી ખાતે લોહાણા સમાજની તમામ સંસ્થાઓનું વિશાળ અને સુમેળભર્યું સ્નેહમિલન યોજાયું હતું આ સ્નેહમિલન દ્વારા શ્રી લોહાણા મહાજન સંસ્થાને વધુ સશક્ત, સક્રિય તથા વિકાસશીલ બનાવવાનો સંકલ્પ સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.

મોરબીના નવા ડેલા રોડ સ્થિત વિશાશ્રી વાડી ખાતે લોહાણા સમાજનું સ્નેહમિલન યોજાયું હતું આ કાર્યક્રમમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોની લોહાણા સમાજની તમામ નામાકિંત સંસ્થાઓના આગેવાનો, હોદેદારો, કાર્યકર્તાઓ અને સમાજસેવી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને લોહાણા સમાજની તમામ સંસ્થાઓ તથા સમાજના આગેવાનો હવેથી એક થઈ સમાજના દરેક કાર્યમાં જોડાશે અને જ્ઞાતિમાં સંપ રહે તેવા તમામ પ્રયત્નો કરશે અને યુવાનોને માર્ગદર્શન આપશે. સાથે જ શિક્ષણ, ઉદ્યોગ, વેપાર, સેવા અને સામાજિક ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન પર બિરાજમાન સમાજના મોભીઓ અને શ્રેષ્ઠીઓની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી.

આ સ્નેહ મિલન દરમિયાન મોરબીના લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા એવી શ્રી લોહાણા મહાજન સંસ્થાના ભૂતકાળ, વર્તમાન અને ભાવિ વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજમાં એકતા, સંગઠન અને પરસ્પર સહકાર કેવી રીતે વધુ મજબૂત બને તેમજ યુવાનો, મહિલાઓ અને આગામી પેઢીને સંગઠન સાથે જોડીને સમાજને નવી દિશા કેવી રીતે આપી શકાય તે મુદ્દાઓ પર ગંભીર અને રચનાત્મક ચિંતન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મહાજનના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી તથા મહાજનની વર્તમાન ટીમ દ્વારા સમાજની સર્વસંમતિથી નવા મહાજન મંડળની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સમાજના અનુભવી અને સેવાભાવી આગેવાન અશોકભાઈ કાથરાણીની પસંદગી કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે જમનભાઈ હિરાણી, મહામંત્રી તરીકે પ્રફુલભાઈ પોપટની નિમણૂંક જાહેર કરવામાં આવી હતી.

આ તકે મહાજન મંડળના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી, નીતિનભાઈ પોપટ, હરીશભાઈ રાજા તથા તેમની સમગ્ર ટીમનું મોરબી લોહાણા સમાજના આગેવાનો દ્રારા સન્માન કરાયું તથા નવા મહાજન મંડળને વર્તમાન ટીમે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. અને કાયદાકીય અને સંવિધાનિક પ્રક્રિયા મુજબ જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી સમાજને નવા મહાજન મંડળની રચના માટે સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. આ એકતા અને સમર્પણ સમાજ માટે એક સકારાત્મક અને ઐતિહાસિક પગલું ગણાયું હતું.






Latest News