મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતથી ગાડીમાં થયેલ નુકશાન ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE









મોરબીમાં અકસ્માતથી ગાડીમાં થયેલ નુકશાન ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી ત્રાજપર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોતાની ગાડીનો વીમો રોયલ સુંદરમ ઇન્સ્યોરન્સમાંથી લીધેલ હતો. તેઓ માળીયાથી મોરબી આવતા હતા ત્યારે ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા તેની ગાડી પાછળના ભાગે ભટકાતા ગાડીને નુકશાન થયું હતું અને ૧,૨૨,૭૫૦ નું નુકશાન થયેલ હોવાની વીમા કંપનીને જાણ કરેલ હતી તો પણ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા ભોગ બનેલા વ્યક્તિએ મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ કાર્યો હતો. જેમાં કોર્ટે ૧૨૨૭પ૦ રૂપિયા તા. ૧૫/૩/૨૫ થી છ ટકાના વ્યાજ સાથે ચૂકવવા માટે હુકમ કરલે છે અને વીમા કંપની સમય મર્યાદામાંના ચુકવે તો નવ ટકાના વ્યાજ અને ૫૦૦૦ ખર્ચ સાથેના ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબી ત્રાજપર ના વતની “પરેશભાઈ મનુભાઈ ગોલતર” પોતાની ગાડી લઈને માળિયાથી મોરબી આવતા હતા તેની આગળ ટ્રક જતો હતો અને ટ્રકના ડ્રાઇવરે ઓચીતાની બ્રેક મારતા “પરેશભાઈ મનુભાઈ ગોલતર” ને નુકશાન થયેલ હતું અને તેનો કુલ ખર્ચ ૧રર૭પ૦ થયેલ હતો તેઓનો વીમો રોયલ સુંદરમ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની હતો. અને વીમા માટે તમામ કાગળો આપવા છતા રેપ્યુડ લેટરથી ફરીયાદીના કલેઈમાં એવું કારણ આપેલ કે ગુગલ ટાઇમ લાઇનથી અકસ્માત સમયે ફરીયાદી હાજર ન હતા તેથી વીમો મળે નહી અદાલતે કહ્યું કે વીમા કંપની રેપ્યુર્ડ લેટરથી બહારનો કોઈ બચાવ કરી શકે નહી ફરીયાદી હાજર હોય કે ના હોય ગાડીનો વીમો છે તેને પ્રીમીયમ ભરેલ છે તેમજ સર્વેયરે નુકશાનીનો આકડો રૂા. ૧૦૩૭૨૮/- આપેલ છે માટે વીમા કંપનીની સેવામાં ખામી છે તેથી વીમા કંપનીએ “પરેશભાઈ મનુભાઈ ગોલતર” ને ૧૦૩૭૨૮ તથા પ૦૦૦ ખર્ચના તા. ૧૫/૩/૨૫ થી છ ટકા લેખે ચુકવવાના અને સમય મર્યાદામાં ચુકવવામાં નહી આવે તો નવ ટકા લેખે ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે.




Latest News