મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર અમદાવાદના શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર અમદાવાદના શખ્સની ધરપકડ

મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ નજીક રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં સગીરા અમદાવાદ ખાતે હોવાની હક્કિત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને સગીરાને હસ્તગત કરી હતી અને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરમાંરહેતા પરિવારની સગીરનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, તેઓના ઘર પાસેથી તેની સગીર વયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એસ.સૌંદરવા અને તેની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં ચિરાગ નરેશભાઈ મકવાણા સાધુ 21 રહે પુરાણી સોસાયટી મજૂર ગામ ગીતામંદિર અમદાવાદ મૂળ રહે પાલણ ગામ વલભીપુર ભાવનગર વાળાની ધરપકડ કરેલ છે અને સગીરાને હસ્તગત કરવામાં આવી હતી. વધુમાં મળતી માહિતી મુજબ ભોગ બનનાર સગીરા સ્નેપચેટ વડે આરોપીના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદમાં તેઓ વચ્ચે વાતચીત થતી હતી અને સગીરા ગુમ થઈ ગયા બાદ અમદાવાદના ઉમિયાનગર શાહવાડી વિસ્તારમાંથી ચિરાગ નરેશભાઈ મકવાણા સાથે મળી આવી હતી જેથી કરીને પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

માટેલ વાંકાનેર રોડ ઉપરથી રમેશભાઈ જીવાભાઈ વીરસોડિયા (50) નામના આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે વઘાસીયા ટોલનાકા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ 158 લોટસ સોસાયટીમાં રહેતા જોત્સનાબેન દીપકભાઈ રાણસરિયા (49) નામના મહિલા એકટીવામાં પાછળ બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News