મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે આવેલ જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારી: બંને પક્ષેથી ત્રણ મહિલાને ઇજા


SHARE









મોરબીના નવલખી રોડે આવેલ જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારી: બંને પક્ષેથી ત્રણ મહિલાને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ત્રણ મહિલાઓને ઈજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાસેના ભાગમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને ત્રણ મહિલાઓને ઈજા થઈ હતી જેમાં સોનલબેન હિતેશભાઈ નાગર અને સાક્ષીબેન રાજભાઈ રબારી રહે. બંને વાવડી રોડ મોરબી તથા સામાપક્ષેથી મિતલબેન સાગરભાઇ પલાણ (31) રહે. જલારામ એપાર્ટમેન્ટ મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

મારામારીમાં બનાવમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી બાળક સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈ આવ્યા હતા અને ઈજા પામેલા વ્યક્તિઓમાં સુરેશભાઈ લક્ષ્મણભાઈ ઉઘરેજીયા (30), સુનિતાબેન સુરેશભાઈ ઉઘરેજીયા (30), અર્જુન સુરેશભાઈ ઉઘરેજીયા (6) અને સમાપક્ષેથી વિજય લક્ષ્મણભાઈ ઉઘરેજીયા (28), શોભાબેન વિજયભાઈ ઉઘરેજીયા (26) નો સમાવેશ થાય છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News