મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય ? એનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું


SHARE







મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય ? એનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

મોરબી ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે પીટીસીની તાલીમ કે જે હવે ડી.એલ.એડ. તરીકે ઓળખાય છે એની તાલીમ પ્રાપ્ત કરતાં પ્રથમ વર્ષના 56 જેટલા પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માધાપરવાડી કુમાર- કન્યા શાળાની મુલાકાત લઈ બાલવાટિકાથી ધો.8 આઠમાં શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતા પાઠનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી નોંધો તૈયાર કરી હતી. આ તકે શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ શાળાનો પરિચય, શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પીટીસીનું મહત્વ, શિક્ષકોનું મહત્વ, શિક્ષકોના વ્યવસાયની ગરિમા,કેવી રીતે અધ્યયન કરવું અને કેવી રીતે અધ્યાપન કરાવવું તેંની વિસ્તૃત સમજ આપી હતી ત્યારબાદ બધા તાલીમાર્થી ત્રણ ત્રણની જોડીમાં માધાપર કુમાર અને કન્યા એમ બંને શાળાના બાલવાટીકાથી ધો.8 આઠના વર્ગોમાં બેસીને પાઠ નિરિક્ષણ કરી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તાલીમાર્થીઓ સાથે કોલેજના પ્રાધ્યાપક કેતન જોષી જોડ્યા હતા અને એમને પણ તાલીમાર્થીઓને તાલીમ આપી હતી,સાથે બીજા અધ્યાપકો પણ જોડાયા હતાં.






Latest News