મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના તત્કાલીન ડીડીઓએ બાંધકામ મંજૂરી માટે કરેલ પત્રો-પરિપત્રો સામાન્ય સભાની બેઠકમાં સર્વાનુમતે રદ્દ !, જો કોઈ સરપંચ ગેરકાયદે મંજૂરી આપે તો તેની સામે પગલા લેવા: જીતુભાઈ સોમાણી


SHARE













મોરબી જિલ્લાના તત્કાલીન ડીડીઓએ બાંધકામ મંજૂરી માટે કરેલ પત્રો-પરિપત્રો સામાન્ય સભાની બેઠકમાં સર્વાનુમતે રદ્દ !, જો કોઈ સરપંચ ગેરકાયદે મંજૂરી આપે તો તેની સામે પગલા લેવા: જીતુભાઈ સોમાણી

મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં તત્કાલીન ડીડીઓ દ્વારા કરવામાં આવેલ બાંધકામ માટેના પત્રો અને પરિપત્રોને રદ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ જે રીતે બાંધકામ મંજૂરી મળતી હતી તે રીતે બાંધકામ મંજૂરી આપવા માટે જરૂરી પત્ર કરવા માટેનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે જોકે આ બેઠકમાં હાજર રહેલા વાંકાનેર ધારાસભ્ય દ્વારા કોઈ પણ ગ્રામ્ય વિસ્તારની અંદર સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ મંજૂરી આપવામાં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી તેવી ટકોર કરવામાં આવી હતી. અને નવો પરિપત્ર કરવામાં આવે તેમાં તે અંગેની નોંધ કરવા અધિકારીને સૂચના આપી હતી.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષ સ્થાને ગઇકાલે જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા સહિત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં અગાઉ મળેલ જુદી જુદી કમિટીની બેઠકો તથા સામાન્ય બેઠકમાં થયેલ કામગીરીને બહાલી આપવામાં આવી હતી.

ત્યારબાદ મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ બાબતે જે પત્રો અને પરિપત્રો કરવામાં આવ્યા હતા તે ત્રણેય પત્રો તથા પરિપત્રોને સામાન્ય સભાની બેઠકમાં સર્વાનુમતે રદ કરવામાં આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ જે રીતે લોકોને બાંધકામ મંજૂરી મળતી હતી તેવી જ રીતે બાંધકામ મંજૂરી મળે તેના માટેનો ઠરાવ કર્યો છે અને વર્તમાન ડીડીઓ દ્વારા તેના માટે જરૂરી પરિપત્ર વહેલી તકે કરવામાં આવે તેવું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.

ખાસ કરીને આ બેઠકમાં હાજર રહેલા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના પત્રો કે પરિપત્રોનું છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ જગ્યાએ અમલીકરણ થતું નથી તો મોરબી જિલ્લા પંચાયતમાં જ્યારે તત્કાલીન ડીડીઓ દ્વારા બાંધકામ મંજૂરીને લગતા પત્રો અને પરિપત્રો કરવામાં આવ્યા ત્યારે વર્તમાન બોડી શું કરતી હતી? અને હાલમાં જે ઠરાવ કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને તેમણે એવી ટકોર કરી હતી કે મોરબી જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મંજૂરી જો આપવામાં આવી હોય તો તે સરપંચની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની પણ હવે જે પત્ર કે પરિપત્ર ડીડીઓ મારફતે કરવામાં આવે તેમાં નોંધ કરવામાં આવે તે જરૂરી છે.

આ બેઠકમાં જુદા જુદા વિકાસ કામોના જે એજન્ડા હતા તે એજન્ડાને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી પેરામિલ્ટ્રી ફોર્સમાં ફરજ બજાવતા કોઈપણ યુવક યુવતી જો ફરજ દરમિયાન શહીદ થાય તો તેના પરિવારને જિલ્લા પંચાયત મારફતે બે લાખ તથા જિલ્લા પંચાયતના કર્મચારી ફરજ દરમિયાન અવસાન થાય તો બે લાખ રૂપિયા આપવા માટેનો સર્વનુંમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.






Latest News