અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

સરકાર-વહીવટીતંત્ર દ્વારા સેનાના જવાનોના કોઈપણ પ્રશ્ન હોય તો તેને તાત્કાલિક નિકાલ કરાશે: કલેક્ટર કે.બી.ઝવેરી


SHARE









સરકાર-વહીવટીતંત્ર દ્વારા સેનાના જવાનોના કોઈપણ પ્રશ્ન હોય તો તેને તાત્કાલિક નિકાલ કરાશે: કલેક્ટર કે.બી.ઝવેરી

મોરબીના ભરતનગર ગામે આવેલ ભરત વન ખાતે આજે પૂર્વ સૈનિકો અને સૈનિકોના પરિવારજનોનું સંમેલન યોજાયું હતું અને જેમાં કલેક્ટર, માજી મંત્રી સહિતના લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સેનાના જવાનોના કોઈપણ પ્રશ્ન હોય તો તેને તાત્કાલિક નિકાલ કરવા માટે તંત્ર હંમેશા કાર્યરત છે તેવી ખાતરી કલેકટર દ્વારા આ કાર્યક્રમમાં સૈનિકોને આપવામાં આવી હતી.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે ભરતવન ખાતે આજે કલેકટર કે.બી.ઝવેરી તથા રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પૂર્વ સૈનિકો, શહીદ થયેલા સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ હાલના સેનામાં ફરજ બજાવતા મોરબી જિલ્લાના સૈનિકોના પરિવારજનોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 350 થી 400 જેટલા જવાનો તથા તેના પરિવારજનો હાજર રહ્યા હતા.

 

ખાસ કરીને આ કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા તેઓને ખાતરી આપવામાં આવી હતી કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તેઓની સાથે જ છે અને સરકારના વહીવટી તંત્રને લગતા જવાનોના કોઈપણ પ્રશ્ન હોય તો તેના માટે 24 કલાક મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના દરવાજા તેઓની માટે ખુલ્લા છે અને તેઓનું કામ ત્વરિત થાય તેના માટેની તકેદારી વહીવટી વિભાગના સ્ટાફ દ્વારા રાખવામાં આવી રહી છે

આ તકે રાજ્યના માજી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેનાના જવાનોનો જુસ્સો વધે તેના માટે થઈને જુદા જુદા રાષ્ટ્રીય પર્વની ઉજવણી અલગ અલગ આર્મી કેમ્પ ખાતે જઈને ત્યાં સેનાના જવાનોની સાથે કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને અગાઉ ભારતમાં શસ્ત્રો બનતા ન હતા પરંતુ હવે તો યુદ્ધના શસ્ત્રો ભારતમાં બને છે ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેનાથી ભારતીય સેનાના જવાનોનો સતત જોમ અને જુસ્સો વધી રહ્યો છે

અંતમાં નિવૃત કમાન્ડર અને ડિસ્ટ્રિક્ટ વેલ્ફેર ઓફિસર રાજકોટ-મોરબી પવન કુમારે જણાવ્યુ હતું કે, દર વર્ષે ગુજરાતમાં સરકાર દ્વારા સૈનિકોની સમસ્યાઓને જાણવા, સમજવા અને તેનો ત્વરિત નિકલા કરવામાં માટે સંમેલનનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને જમીન સહિતના જે પ્રશ્નો સૈનિકોનાં હોય છે તેનો વહીવટી તંત્ર ઝડપથી નિકાલ કરવામાં આવે છે જેથી મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે જો કે, 10 ટકા જેટલા પ્રશ્નો હોય છે તેને પણ ઉકેલવા માટે તંત્ર કામ કરી રહ્યું છે. 




Latest News