મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે માતા-પિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE











હળવદના કવાડિયા ગામે માતા-પિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

હળવદના કવાડિયા ગામે રહેતો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી તેના માતા પિતાએ તેને કામ ધંધો કરવા માટેનું કહ્યું હતું અને તે યુવાનને સારું નહીં લાગતા યુવાને પોતે પોતાની જાતે તેના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના કાવડિયા ગામે રહેતા ઝાલાભાઇ હેમુભાઇ વાઘેલા (23) નામના યુવાને પોતે પોતાના મકાનમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પત્ની સમજુબેન ઝાલાભાઇ વાઘેલા (21) રહે. કવાડિયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી તેના માતા-પિતાએ તેને કામ ધંધો કરવા માટે કહ્યું હતું અને તે યુવાનને મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News