મોરબી નજીક રોડ ક્રોસ કરતાં સમયે બોલેરોના ચાલક હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબી નજીક રોડ ક્રોસ કરતાં સમયે બોલેરોના ચાલક હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે નાસ્તો કરીને રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મૂળ એમપીના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા બિલામસિંહ નંદેશભાઈ બામણીયા (43) નામનો યુવાન ગત તા 3/1 ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન તેને બોલેરો કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્ની સોમુબેન બીલામસિંગ બામણીયા (43) રહે. હાલ વેજલપર મૂળ રહે. એમપી વાળાએ બોલેરો ગાડી નંબર જીજે 3 બિઝેડ 7936 ના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન તેની પત્ની સહિતના કુલ પાંચ લોકો સાથે તેના વતનમાં જઈ રહ્યો હતો તેવામાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી એમપીની બસમાં બેસતા પહેલા તે નાસ્તો કરવા માટે થઈને ગયો હતો અને ત્યાંથી પછી આવી રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતાં સમયે બોલેરો ગાડીના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી સારવાર દરમ્યાના તે યુવાનનું મોત નીપજયું છે.