મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર નેશનલ સ્ટેમ ક્વિઝ ૪.૦ નું આયોજન: તાલુકા શાળા નં. ૨ માં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


SHARE











મોરબીમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર નેશનલ સ્ટેમ ક્વિઝ ૪.૦ નું આયોજન: તાલુકા શાળા નં. ૨ માં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

મોરબીના ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સ્ટેમ ક્વિઝ ૪.૦ નું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલા વિદ્યાર્થીઓની ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા તા. ૭/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦થી ૧૨:૩૦ સમય દરમિયાન યોજવામાં આવનાર છે તેમજ મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકથી ૧૦-૧૦ વિદ્યાર્થીનું ઝોન લેવલ પર પસંદગી કરવામાં આવશે અને તમામ તાલુકાના ૧૦-૧૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.

મોરબી  જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા દ્વારા  મોરબી જીલ્લાની તમામ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પરિપત્ર કરી તમામ વિધાર્થીઓને નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 માં ભાગ લેવા પ્રોત્સાહીત કરવામાં  આવેલ છે. નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 ની વધુ માહિતી અને માર્ગદર્શન માટે આર્યભટ્ટલોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી કો-ઓર્ડિનેટર દિપેનકુમાર (97279 86386), પાર્થભાઈ સોલંકી (87804 44215)નો સંપર્ક કરવા જણાવ્યુ છે. આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર” મોરબીના માર્ગદર્શક એલ.એમ. ભટ્ટ દ્વારા આપવામાં આવી છે.

તાલુકા શાળા નં. ૨ માં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

મોરબીની પીએમ શ્રી તાલુકા શાળા નં. ૨ માં વિજ્ઞાન પ્રદર્શનનું  આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા તરફથી દર વર્ષે વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેમજ વિજ્ઞાનના સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજી શકાય તેવા હેતુથી પીએમશ્રી શાળાઓમાં સાયન્સ સર્કલ, મેથ્સ સર્કલ, વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં અમારા ૧૦૫ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિજ્ઞાનના દરેક ક્ષેત્રના અલગ અલગ મોડેલ્સ તૈયાર કર્યા હતા. અને વિજ્ઞાન પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં આજુબાજુમાં રહેતા વાલીઓ, BRC, CRC તેમજ SSA સ્ટાફ, તથા આસપાસના વિસ્તારની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ  હાજર રહ્યા હતા. અને કાર્યક્રમોની શોભા વધારી હતી.






Latest News