મોરબી જિલ્લાના ભાવિકભાઇ ભટ્ટ, નેવિલભાઈ પંડિત અને હાર્દિકભાઈ ભટ્ટને વિહિપમાં જવાબદારી સોંપાઈ
SHARE
મોરબી જિલ્લાના ભાવિકભાઇ ભટ્ટ, નેવિલભાઈ પંડિત અને હાર્દિકભાઈ ભટ્ટને વિહિપમાં જવાબદારી સોંપાઈ
તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠક યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લાના ત્રણ યુવાનોને જુદીજુદી જવાબદારી સાથે હોદા આપવામાં આવેલ છે જેથી કરીને તેઓને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.
ધોરાજી તાલુકાનાં ફેરણી ગામે સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીમહારાજ ધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠક તાજેતરમાં યોજાઇ હતી જેમાં કર્ણાવતી ક્ષેત્ર પાલક ગોપાલજી, કર્ણાવતી ક્ષેત્રિય સંગઠન મંત્રી શ્રીરંગરાજેજી, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ ભિંડી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ હંસાબેન મકાની, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી દેવજીભાઈ મિયાત્રા, સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કર, સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી રસિકભાઈ કણજારીયા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રીજી હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લામાંથી ભાવિકભાઇ ભટ્ટને વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર/ વિમર્ષ સહ પ્રમુખ, નેવિલભાઈ પંડિતને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ અને હાર્દિકભાઈ ભટ્ટને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા સહમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે. જેથી નવનિયુક્ત હોદેદારોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.