મોરબીમાં ખોટી અરજી કરીને યુવાનને હેરાન કરાતા ફિનાઇલ પી ગયેલ યુવાને સાત સામે નોંધાવી ફરીયાદ
મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પ્રાંત અધિકારીની કચેરીનો કલાર્ક ઝડપાયો
SHARE
મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પ્રાંત અધિકારીની કચેરીનો કલાર્ક ઝડપાયો
મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરીમાં એસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાનો ક્લાર્ક ૭૫ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે પકડાયો હતો જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે હક્કિત છે ત્યારે અમદાવાદ એસીબીની ટીમે મોરબીના પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક નિર્મળ ખુગલાને લાંચ લેતા ઝડપી લીધેલ છે અને આ કલાર્કે ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે અરજદારની પાસેથી ૭૫ હજારની લાંચ માંગી હતી જે રકમ સ્વીકારવામાં આવી ત્યારે જ એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો અને મોરબી એસીબી પોલીસ સ્ટેશને લઈને આવીને ગુનો નોંધવા આગળની કાર્યવાહી કરવામાં આવી છે