મોરબી જીલ્લામાં કાલે ૫ સ્થળો ઉપર થશે મત ગણતરી : ઉમેદવારોમાં ઉત્સાહ, અધિકારીઓ સજ્જ
મોરબીમાં ખોટી અરજી કરીને યુવાનને હેરાન કરાતા ફિનાઇલ પી ગયેલ યુવાને સાત સામે નોંધાવી ફરીયાદ
SHARE
મોરબીમાં ખોટી અરજી કરીને યુવાનને હેરાન કરાતા ફિનાઇલ પી ગયેલ યુવાને સાત સામે નોંધાવી ફરીયાદ
મોરબી તાલુકાના જેપુર ગામે યુવાને ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને ગામના જ સાત લોકો સામે ખોટી અરજીઓ કરીને હેરાન કરતા હોવા બાબતે ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, નવલખી હાઇવે ઉપર આવેલા જેપુર ગામે વણકરવાસ વિસ્તારમાં રહેતા મહેન્દ્ર પ્રેમજીભાઈ સોલંકી નામના ૨૬ વર્ષીય યુવાને ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મહેન્દ્ર સોલંકીને જેપુર ગામના સાત લોકો ખોટી અરજીઓ કરીને હેરાન કરતા હતા માટે "કેમ મારી સામે ખોટી અરજીઓ કરો છો..?" એમ કહેવા જતા મહેન્દ્રને દમદાટી આપીને ધમકાવવામાં આવ્યો હતો જે વાતનું મનમાં લાગી આવતા તેણે ફિનાઇલ પી લીધું હોવાની તેણે પોલીસને કેફિયત આપી હતી અને બાદમાં મહેન્દ્ર સોલંકીએ જેપુર ગામના જ સંજય પોપટ મકવાણા, ડાયા મેઘા સોલંકી, સુધીર ગોવિંદ, પોપટ સીદા મકવાણા, જીતેન્દ્ર ડાયા સોલંકી, દેવજી પોપટ મકવાણા અને ગોવિંદ શામજી મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને તાલુકા પોલીસે બનાવ અંગે ફરીયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના ખારચીયા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ શેરસીયા નામનો ૪૧ વર્ષીય યુવાન ખારચીયા ગામના પાટિયા પાસે પીપળીયા ચોકડીથી જામનગર જતા હાઇવે ઉપર કામ ઉપર દેખરેખ રાખી રહ્યો હતો ત્યારે અકસ્માતે ડમ્પરની હડફેટે ચઢી જતાં ઇજાગ્રસ્ત ભરતભાઈ શેરસીયાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા અહીં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના ઇશ્વરભાઇ કલોતરાએ આગળની તપાસ હાથ ધરી છે.