મોરબીના નવલખી ફાટક પાસેથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી, ઓળખ મેળવવા તજવીજ
SHARE
મોરબીના નવલખી ફાટક પાસેથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી, ઓળખ મેળવવા તજવીજ
મોરબીના નવલખી ફાટક પાસેથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવેલ હોય મૃતકની ઓળખ મેળવવા પોલીસે તજવીજ શરૂ કરેલ છે.
અહિંના સીટી એ ડિવિજન પોલીસ સ્ટેશનના ધ્રુવરાજસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે મોરબી કંડલા બાયપાસ નવલખી ફાટક પાસેની સિલ્વર સોસાયટીના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાંથી ગત તા.૧૨-૧ ના રોજ સાંજે છએક વાગ્યાના અરસામાં એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૫૦ થી ૫૫ વર્ષની લાશ મળી આવી હતી.મૃતક વ્યક્તિનું વર્ણન જોતા ઉ.વ.આશરે ૫૦ વર્ષનો છે જે રંગે સ્વામવર્ણી છે.જેની ડાબી આંખની નીચે તલનું નિશાન છે.તેમજ શરીરે રાખોડી કલરનો આખી બાથનો લાઈનીંગ વાળો સર્ટ પહેરેલ છે તથા નીચે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તથા માથે સફેદ-ભુરા કલરના વાળ છે.મરણ જનાર અજાણ્યા પુરૂષના કોઇ વાલી-વારસ મળી આવેલ ન હોય વાલી વારસની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરેલ છે.આ અંગે કોઇ વ્યકિતીને કોઇપણ પ્રકારની માહીતી હોય તો મોરબી સીટી એ ડિવિજન પોલીસ ટેલીફોન નંબર (૦૨૮૨૨) ૨૩૦૧૮૮ અથવા મોબાઇલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૫૩ કે પછી તપાસ અધિકારી ધ્રુવરાજસિંહ મો.૯૦૯૯૦ ૨૫૦૩૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.