વાંકાનેરના કોટડા નાયાણી, ઘિયાવડ, ધર્મનગર તેમજ કોઠારીયા એમ ચાર ગામોમાં કોમ્યુનિટી હોલનું ખાત મુર્હૂત કરતા કેસરીદેવસિંહ ઝાલા
SHARE
વાંકાનેરના કોટડા નાયાણી, ઘિયાવડ, ધર્મનગર તેમજ કોઠારીયા એમ ચાર ગામોમાં કોમ્યુનિટી હોલનું ખાત મુર્હૂત કરતા કેસરીદેવસિંહ ઝાલા
રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી, ઘિયાવડ, ધર્મનગર તેમજ કોઠારીયા એમ ચાર ગામોમાં કોમ્યુનિટી હોલનું ખાત મુર્હૂત કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.જેમા જેતે ગામના સરપંચ સહીત ગ્રામજનો અને આગેવાનોની હાજરી વચ્ચે વિધિવત રીતે ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતુ.ગામના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનનાર આ કોમ્યુનિટી હોલથી ચારેય ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો દ્રારા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પ્રત્યે આ વિકાસાત્મક ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો