મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મંગલમૂર્તિના દિવ્યાંગ બાળકો માટે પિકનિકનું આયોજન કરાયુ
મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે મેડિકલ કેમ્પ યોજાયા
SHARE
મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે મેડિકલ કેમ્પ યોજાયા
મોરબીમાં ડૉ .હસ્તલેખા મહેતા (હસ્તીબેન ) દ્વારા એક દિવસીય બે કેમ્પનું આયોજન બે દાતા દ્વારા જુદીજુદી બે જગ્યાએ કરવામાં આવ્યું હતું જેમાં રસીલાબેન લલિતભાઈ રાવલ (બેંગલોર)ના સહયોગથી બોડાસર પ્રાથમિક શાળા મોરબી ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ પરિવારના લોકોને ચેક કરીને દવા આપવામાં આવી હતી જયારે સ્વ.પરાગ બળવંતભાઈ મહેતા (મુંબઈ) દ્વારા ચામડી, નખ, વાળના દર્દો ના નિષ્ણાત ડૉ.ચાંદનીબેન લિખિયાએ નિદાન તેમજ સારવાર કરી હતી આ કેમ્પ ધન્વંતરી ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે કરવામાં આવેલ હતો આ કેમ્પને સફળ બનાવવા ડો.બીપીનભાઈ લહેરુએ જહેમત ઉઠાવેલ હતી.