મોરબીના જૂના વોર્ડ નં. 4 માં અધૂરા કામો ચાલુ અને પૂરા કરવા પૂર્વ કાઉન્સિલરોની કમિશનરને રજૂઆત
SHARE
મોરબીના જૂના વોર્ડ નં. 4 માં અધૂરા કામો ચાલુ અને પૂરા કરવા પૂર્વ કાઉન્સિલરોની કમિશનરને રજૂઆત
મોરબીના જૂના વોર્ડ નં. 4 માં અધૂરા કામો ચાલુ કરવા બાબતે ભાજપના પૂર્વ કાઉન્સિલર દ્વારા મહાપાલિકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને ગિરિરાજસિંહ ઝાલા દ્વારા મોરબી મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે, પાલિકાના જૂના વોર્ડ નં. 4 માં બાકી રહેલા કામો તાત્કાલિક ચાલુ કરવા માટે અનેક વખત રજૂઆતો કરવા આવી છે અને રોડ રસ્તાના કામો ચાલુ કરવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત આંગણવાડી, કોમ્યુનિટી હોલ, સો-ઓરડી બાલા હનુમાન મંદિર રોડ, પોટરી શાળાથી અંબિકા ગરબી ચોક સુધી પેવર બ્લોકમ નવા વિસ્તારમાં સમાવિષ્ટ ભડીયાદ જવાહર સોસાયટી, જીવરાજ પાર્ક, બૌદ્ધનગર, રામદેવપીરનો ઢોરો આ તમામ નવા વિસ્તારોમાં તમામ સુવિધાઓ આપવા અને તમામ કામો વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરેલ છે.