મોરબીના ઘુટુ રોડે સીરામીક કારખાનામાં એલિવેટર મશીનમાં આવી જવાથી ગળામાં ઇજા થતાં શ્રમિક યુવાનનું મોત
અમદાવાદથી મોરબી આવી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું
SHARE
અમદાવાદથી મોરબી આવી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું
અમદાવાદથી યુવાન તેના શેઠની ગાડી લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે અણીયારી ટોલનાકા પાસે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને ગાડી માટે પાછળના ભાગે તે યુવાન સુઈ ગયો હતો અને ઓનેસ્ટ હોટલ પાસે ગાડી પહોંચ્યા બાદ તેને ઉઠાડવા છતાં તે ન ઉઠતા તેને માળિયાની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને તે યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું અને આ બનાવની માળિયા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં અમદાવાદમાં કુંભારવાસ વસંત વિહાર બંગલો સામે વસ્ત્રાપુર રૂમ નંબર 6 માં રહેતો સંતોષભાઈ શંકરભાઈ ચૌહાણ (36) નામનો યુવાન અમદાવાદથી તેઓના શેઠની ગાડી ચલાવીને મોરબી તરફ આવી રહ્યો હતો દરમિયાન અણીયારી ટોલનાકા પાસે પહોંચતા તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી કરીને તે યુવાન ગાડીમાં પાછળના ભાગે સુઈ ગયો હતો અને ગાડી માળિયા મીયાણા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે પહોંચી ત્યારે તે યુવાનને ઉઠાડવા છતાં તે ઉઠતો ન હતો જેથી કરીને તેને તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ જે યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું જેથી માળિયા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.