હળવદના જૂના ધનાળા ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: 4 શખ્સ પકડાયા, 1 ફરાર
મોરબીમાં દારૂની 3 રેડ: દારૂની નાની-મોટી 19 બોટલ સાથે 3 પકડાયા
SHARE
મોરબીમાં દારૂની 3 રેડ: દારૂની નાની-મોટી 19 બોટલ સાથે 3 પકડાયા
મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 19 બોટલ દારૂ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ હતો અને આરોપીઓની ધરપકડ કરીને પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ ઉપર આવેલ આઈટીઆઈ સામેના ભાગમાં ઓમ શિવમ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 16 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2240 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નરેન્દ્રભાઈ કાંતિલાલભાઈ ગોટી (40) રહે. પ્રભુ કૃપા બાલાજી હોમ્સ-2 બ્લોક નં-704 મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. જ્યારે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી 3600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિક્રમભાઈ ઉર્ફે ઢીંગો વેલજીભાઈ ધામેચા (19) રહે. મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે શીતળામાતા વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તો મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 696 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી રવિભાઈ શામજીભાઈ ડંડેયા (30) રહે. હાલ હોલો સેનેટરી સિરામિક કારખાનામાં ઘુટુ રોડ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.









