મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળમાં હોદેદારોને વિવિધ જવાબદારી સોંપવામાં આવી
ટ્રાફિકથી ત્રાહીમામ: મોરબીમાં લારી, ગલ્લા હટાવો, ગાંધીચોક-નહેરૂગેટ ચોકમાં યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરાવો
SHARE
ટ્રાફિકથી ત્રાહીમામ: મોરબીમાં લારી, ગલ્લા હટાવો, ગાંધીચોક-નહેરૂગેટ ચોકમાં યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરાવો
મોરબી શહેરની જનતા ટ્રાફિકથી ત્રાહીમામ પોકારી ગયેલ છે ત્યારે લોકોને આ કાયમી પીડામાંથી મુક્તિ આપવવા માટે જાગૃત નાગરિક દ્વારા એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને ખાસ કરીને નહેરૂગેઈટ ચોક અને ગાંધીચોકમાં દબાણો હટાવીને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે અને લારી, ગલ્લા સહિતના દબાણો હટાવવામાં આવે તેમજ રિક્ષા ચાલકો આડેધડ રીક્ષાઓ ઊભી રાખે છે જેથી ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તો મોરબીના લોકોને ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળે તેમ છે.
મોરબીમાં રહેતા અન્ન અને નાગરીક પુરવઠા પુર્વ સલાહકાર પી.પી.જોષીએ એસપીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, હાલમા મોરબી શહેરમાં ટ્રાફીક વધી ગયો છે અને રોજે ટ્રાફિક જામના લીધે લોકોને હેરાન થવું પડે છે જેથી શહેરની જનતા ટ્રાફિકથી ત્રાહીમામ પોકારી ગયેલ છે. અને ધણી વખત તો ટ્રાફીકમાં એમ્યુલનસ પણ ફસાઈ જાય છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને શહેરમાં માર્ગ પર આડેધડ લારી, ગલ્લા છે તેને હટાવવામાં આવે અને આડેધડ રીક્ષાઓ રસ્તા ઉપર પડી હોય છે તેને હટાવવામાં આવે તો લોકોને ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત થાય તેમ છે. મોરબીના નહેરૂગેઈટ ચોકમાં દબાણો હટાવીને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવાની જરૂર છે. અને ગાંધીચોક પાસે પણ વાહન પાર્કિંગ કરી આપવાની જરૂર છે. જો રોડ સાઈડના દબાનોને હંગામી ધોરણે નહીં પરંતુ કાયમી ધોરણે હટાવીને યોગ્ય રીતે ટ્રાફીકનું નિયમન કરાવવામાં આવે તો ખરેખર મોરબીમાં ટ્રાફીકની સમસ્યા ઉકેલાઈ જાય તેમ છે. અને મોરબીમાં કલેકટર, કમીશનર અને એસપી દ્વારા સંકલન કરીને મુખ્ય માર્ગ ઉપર આવેલ દુકાનના વેપારીઓ દ્વારા તેઓની દુકાનો પાસે લોખંડ પાટલા રાખીને વાહન પાર્ક કરવા દેવામાં આવતા નથી તે સહિતના જે પણ પથારા વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા હોય te ઉપડવામાં આવે તો મોરબીના લોકોને મોટી રાહત થાય તેવી શક્યતા છે.









