મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજિત 11 માં સમૂહલગ્નમાં 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાયા
SHARE
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજિત 11 માં સમૂહલગ્નમાં 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાયા
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો રેસિડેન્સી ખાતે મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન કરાયું હતું અને આ સમૂહલગ્નમાં સંતો મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના આશીર્વાદ સાથે નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા.
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા ગઇકાલે મોરબીમાં સમૂહલગ્નનું લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો રેસીડેન્સી, બોરીયા પાટી પાસે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 દીકરા દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને ત્યારે નવદંપતી આશીર્વાદ આપવા માટે સંતો મહંતો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા ત્યારે ખાસ કરીને મેરૂભાઈ કંઝરિયા, રાજેશભાઈ મકવાણા, માવજીભાઈ નકુમ, લખમણભાઇ કંઝરિયા, ગોકળભાઈ ડાભી, રાઘવજીભાઈ કંઝરિયા, નરેશભાઈ કંઝરિયા, કાળુભાઈ નકુમ અને ગોવિંદભાઈ હડિયલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મંત્રી આશાબેન નકુમ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સતવારા સહકાર મંડળના પ્રમુખ લલીતભાઈ કંઝરિયા તેમજ જયંતીલાલ ડાભી, મનસુખભાઈ નકુમ, વિજયભાઈ પરમાર, ઉમેશભાઈ પરમાર, પ્રેમજીભાઈ સોનાગ્રા, દેવકણભાઈ નકુમ અને મેરૂભાઈ કંઝરિયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.









