મોરબીની વાવડી ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા દબાણોને તોડી પડાયા
મોરબીની યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાંં લઇ જઇ દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ
SHARE
મોરબીની યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાંં લઇ જઇ દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં કારખાનામાં કામકાજ માટે જતી યુવતી સાથે અડપલા કરવામાં આવ્યા હતા.તેમજ પ્રેમજાળમાં ફસાવીને અમદાવાદ લઇ જઇ હોટલમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવેલ જેથી ભોગ બનેલી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ પાકિસ્તાનના અને હાલ મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી કામકાજ કરવા માટે લાતી પ્લોટ વિસ્તારમાં જતી હતી. દરમ્યાનમાં બે માસ પહેલા બપોરના સમયે તે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેની છાતીના ભાગે અડપલા કરી તેની છેડતી કરવામાં આવી હતી.તેમજ બાદમાં લગ્નની લાલચ આપીને યુવતીને ગત તા.૧૫-૧ ના દસેક વાગ્યાના અરસામાં જુના બસ સ્ટેશન ખાતેથી બસમાં બેસાડી અમદાવાદ ખાતે લઈ જવાયેલ હતી.અને અમદાવાદની હોટલમાં યુવતીની સાથે દુષ્કર્મ આચવવામાં આવ્યુ હતુ.બાદમાં યુવતીને હોટલમાં જ મૂકીને તે શખ્સ ભાગી ગયો હોય હાલ ભોગ બનેલ યુવતી દ્વારા દિલસાદ નામના શખ્સની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ.સોંદરવા દ્વારા બીએનએસ કલમ ૮૭ તેમજ ૬૯ હેઠળ દિલસાદ નામના ઇસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્ર ગતિમાન કરાયા હોવાનું જાણવા મળેલ છે.
બાળક રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે લાભનગર શેરી નંબર-૧ ખાતે બીજા માળેથી નીચે પડી જતા રોનક અનિલભાઈ ઉઘરેજા (ઉંમર વર્ષ ૬) રહે.ભગવતીપરા મહાકાળી ચોક રાજકોટને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અત્રે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં ઘરે કોઈ કારણસર હાથ ડાબા હાથના ભાગે બ્લડ વડે કાપા મારતા કુલસુમબેન સુભાનભાઇ ભટ્ટીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ દ્વારા જણાવાયેલ છે.
દવા પી જતા સારવારમાં
મોરબી તાલુકાના જેતપર ગામે વાડી વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા પરિવારના વસંતીબેન પ્રદીપભાઈ બનુભાઈ વાસ્કેલા નામની ૧૯ વર્ષીય યુવતી કોઈ કારણોસર દવા પી ગઈ હોય તેણીને મંગલમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.એસ.તીવારી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદ ખાતે રહેતા દેવજીભાઈ કાળુભાઈ રાઠોડ નામનો ૨૬ વર્ષનો યુવાન હળવદના વેરહાઉસ પાસેથી મોરબી ચોકડી તરફ બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં વાહન સ્લીપ થતા તેને હાથના ભાગે ઈજા થઈ હોય સારવાર માટે અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો









