મોરબીની યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાંં લઇ જઇ દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ
હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત
SHARE
હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત
70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક
હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન મનજીભાઈ પરમારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.
મળતી વિગત અનુસાર, રૂક્ષ્મણીબે ઉર્ફે રૂખીબેન મનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 70, રહે. ટીકર (રણ), તા.હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે દિવા-બત્તી કરતી વખતે દીવાની જાળ પહેરેલ કપડે લાગી જતા દાઝી ગયા હતા.તેમને તત્કાલ હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. અહીંથી મોરબી સિવિલમાં ખસેડાયા હતા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, રૂખીબેનને 2 પુત્ર છે. પરિવાર ખેતી કરે છે. વૃદ્ધાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.