વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ‌ગ્રુપે તાત્કાલિક ૧૩ બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપી


SHARE







મોરબીના યુવા આર્મી ‌ગ્રુપે તાત્કાલિક ૧૩ બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપી

મોરબીના વાધરવા ગામે વસતા રાજદીપસિંહ જાડેજાને માથાના ભાગે ઈજા‌ થતાં તાત્કાલિક આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઓપરેશન માટે રાત્રે "ઓ પોઝિટિવ" બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી જેની જાણ તેમના પરિવારના સભ્યો દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી જેથી કરીને યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા રાત્રે ‌જ બ્લડ ડોનેટ કરી ૪ બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તદુપરાંત સરકારી હોસ્પિટલ માટે સાત તથા ગોકુળ હોસ્પિટલમા સારવાર અર્થે આવેલ દર્દી માટે બે બોટલ બ્લડ મળીને તેર બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી જે બદલ દર્દીના પરીજનો દ્વારા યુવા આર્મી ગ્રુપના સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો. અને બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે કોઈની જરૂરીયાત સમયે રક્તદાન રુપી સેવાકાર્યમા‌ જોડાવા માટે હેલ્પલાઇન મોબાઇલ નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાએ જણાવ્યુ છે




Latest News