મોરબી સીટી માલમતદાર કચેરીમાં રેશન કાર્ડની કામગીરી શરૂ કરવાની માંગ
ભારે કરી: હળવદ દેવું વધી જતાં આંગળિયા પેઢીના કર્મચારીએ કર્યું હતું ૪૦ લાખની ચીલઝડપનું નાટક
SHARE









ભારે કરી: હળવદ દેવું વધી જતાં આંગળિયા પેઢીના કર્મચારીએ કર્યું હતું ૪૦ લાખની ચીલઝડપનું નાટક
હળવદ શહેરમાં આવેલ વિવેકાનંદ સ્કૂલની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારીની કારમાંથી ગઠીયો ૪૦ લાખ રૂપિયા ઉઠાવી ગયો છે તેવી જાણ હળવદ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં આંગડીયા પેઢીનો કર્મચારી જ પોલીસ સામે પોપટ બની ગયો છે અને તેના ઉપર દેવું વધી ગયું હોથી તેને ચીલઝડપનું નાટક કર્યું હોવાની તેને કબૂલાત આપેલ છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી જીલ્લાના વાંકાનેરમાં જિનના ભાગીદારોની કાર ઉપર પથ્થરમારો કર્યા બાદ તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી તે બનાવની શાહી હજુ સુકાઇ ન હતી ત્યાં હળવદ શહેરની મધ્યમાં આવેલ વિવેકાનંદ સ્કૂલની બાજુમાં પીએમ આંગડીયા કર્મચારીને કારમાંથી ઓઇલ નીકળે છે તેવું કહીને ગઠિયો પીએમ આંગળિયા પેઢીના કર્મચારીની કારમાંથી રોકડા ૪૦ લાખ રૂપિયા લઇ ગયો છે તેવી ભોગ બનેલા કર્મચારી અમરગીરી ગોસ્વામીએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને હળવદના પીઆઇ સહિતનો કાફલો અને એલસીબિની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી અને પીએમ આંગળિયા પેઢીનો કર્મચારી જ પહેલાથી શંકાના દાયરામાં હોવાથી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી જેથી કરીને તે પોલીસ સમક્ષ પોપટ બની ગયો હતો અને તેને પોતાના ઉપર દેવું વધી ગયું હોવાથી ચીલઝડપનું નાટક કર્યું હોવાનું પોલીસને જણાવ્યુ છે જેથી કરીને પોલિસેને ગુમરાહ કરવામાં આવી હોવાથી પોલીસે આંગળિયા પેઢીના કર્મચારી સામે ગુનો નોંધીને આગળની કાર્યાવહી કરેલ છે
