મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી કોર્ટે લેન્ડ ગ્રેબીંગના ગુનામાં રેગ્યુલર-આગોતરા જામીન આપ્યા


SHARE













મોરબી કોર્ટે લેન્ડ ગ્રેબીંગના ગુનામાં રેગ્યુલર-આગોતરા જામીન આપ્યા

મોરબીની કોર્ટે લેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપીઓને રેગ્યુલર તેમજ આગોતરા જામીન આપ્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહીતી મુજબ મોરબી જીલ્લાના હળવદનાં રેવન્યુ સર્વે નંબર ૪૯૧ પૈકીની જમીન પરત્વે ફરીયાદી હરદેવસિહ જયવંતસિહ ઝાલાએ ઠાક૨શીભાઈ ગંગારામ લકુમ વિગેરેનાઓની સામે જમીન પચાવી પાડવા ઉ૫૨ પ્રતીબંધના કાયદા (લેન્ડગ્રેબીંગ) અન્વયેની ફરીયાદ કરેલી હતી.તે ફરીયાદ અન્વયે ઠાકરશીભાઈ ગંગારામભાઈ લકુમ તથા હરજીવનભાઈ ગંગારામભાઈ લકુમની અટકાયત કરવામાં આવી હતી.જેથી તેઓએ મોરબીની સ્પે.લેન્ડ ગ્રબીંગ કોર્ટ સમક્ષ જામીન મેળવવા જામીન અરજી કરતા સ્પે.લેન્ડ ગ્રબીંગ કોર્ટના જજ એમ.કે.ઉપાઘ્યાયએ આરોપીઓના એડવોકેટની દલીલોને ધ્યાને લઈને આરોપી ઠાકરશીભાઈ ગંગારામભાઈ લકુમ તથા હરજીવનભાઈ ગંગારામભાઈ લકુમને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો છે અને સહ આરોપી ચંદ્રીકાબેન ઠાકરશીભાઈ લકુમ, ગાયત્રીબેન ઠાકરશીભાઈ લકુમ અને જયશ્રીબેન ઠાકશીભાઈ લકુમના આગોતરા જામીન મંજુર કરતો હુકમ કરેલ છે.આ કામે આરોપીઓ તરફેથી સીનીયર એડવોકેટ ડી.આર.આદ્રોજા, પી.ડી.ઠાકર, અમીત વી.ડાભી, દિપક વી.પારેધી, ગૌરવ જે.છત્રૌલા રોકાયેલા હતા




Latest News