હળવદમાં ઘરે દિવાબત્તી કરતા સમયે પહેરેલા કપડામાં આગ લાગવાથી દાઝી ગયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
મોરબીના રંગપર પાસે કારખાનામાં કામ દરમ્યાન પતરું તૂટતા ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું મોત
SHARE
મોરબીના રંગપર પાસે કારખાનામાં કામ દરમ્યાન પતરું તૂટતા ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું મોત
મોરબીના રંગપર ગામ પાસે આવેલ કારખાનામાં પતરા ઉપર ચડીને યુવાન કામ કરી રહ્યો હતો દરમિયાન પતરું તૂટવાના કારણે 18 થી 20 ફૂટની ઊંચાઈ ઉપરથી યુવાન નીચે જમીન ઉપર પટકાયો હતો અને તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી પરશુરામનગર ખાતે રહેતા ઈરફાનભાઇ મહેબુબભાઇ સમા (41) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સ્પરકોસ સીરામીક નામના કારખાનામાં પતરા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો દરમિયાન અકસ્માતે પતરું તુટવાના કારણે તે 18 થી 20 ફૂટ જેટલી ઊંચાઇ ઉપરથી નીચે પટકયો હતો અને તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
અકસ્માતમાં ઇજા
હળવદના સરા રોડ ઉપર રહેતા સવિતાબેન મગનભાઈ વાઘેલા (60) નામના વૃદ્ધા મંદિર પાસેથી કામ સબબ પસાર થઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
સાપ કરડી ગયો
માળીયા (મી)ના નવા ઘાટીલા ગામે ચેતનભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નવલસિંહ ધનક (22) નામના યુવાનને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.