મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરતો બાબરીયા પરિવાર


SHARE







મોરબીમાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરતો બાબરીયા પરિવાર

મોરબીના માળીયા(મિં.) તાલુકાના સરવડ ગામના ભરતભાઈ બાબરીયાએ પોતાના પુત્ર ધ્યેયના જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરી હતી.જેમા ગાય અને માતા-પિતાનું પૂજન કરી ગૌશાળામાં ગાયને ઘાસ નાખીને કરી હતી.હાલના સમયમાં જન્મદિવસની ઉજવણીમાં પશ્ચિમી સંસ્કૃતિની રીતભાતની ફેશન ચાલુ છે.જેમા મીણબતી બુજાવીને છરી વડે કેક કાપીને મોઢા પર કેક લગાવીને બેહુદી ઉજવણી આજના અમુક યુવાધન કરતા નજરે પડે છે.જ્યારે જૂના વેદકાલીન સમયમાં ઋતુઓને અનુસરીને જન્મદિવસના આશીર્વાદ આપવા આવતા આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ મુખ્ય ઋતુઓ અને શિશિર, હેમંત, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ ઋતુઓને અનુસરીને "શતમ્ જીવેમ શરદ, સતમ સુનીયામ શરદ શતમ." સો શરદ ઋતુ સુધી જીવો આમ કહી આશીર્વાદ આપવામાં આવતા હતા.ધ્યેય બાબરીયાએ તેતરીયા ઉપનિષદ અને પરાસર ગૃહનાં સૂત્રોને ટાંકીને પોતાના મોબાઇલ સ્ટેટસમાં પણ મિત્રોને ગુજરાતી અથવા સંસ્કૃતમાં શુભેચ્છા આપવાની વિનંતી કરીને પોતાના મિત્રોને પણ ભારતીય સંસ્કૃતિને અનુસરવાની શરૂઆત કરવાનો સંદેશ આપ્યો હતો જે અનુકરણીય છે.






Latest News