વાંકાનેરના કેરાળા ગામે ૨૬ વર્ષના નરગીશ આરીફભાઇ બાદી બન્યા સરપંચ
SHARE







વાંકાનેરના કેરાળા ગામે ૨૬ વર્ષના નરગીશ આરીફભાઇ બાદી બન્યા સરપંચ
મોરબી જીલ્લામાં ગઇકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી હતી જેમાં ઘણા નવા ચહેરા સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ખાસ કરીને આ ચુંટણીમાં ઘણા યુવાનો ચૂંટાયા છે જેથી કરીને ગામના વિકાસ કામો સારી રીતે થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કેરાળા ગામે જે ચૂંટણી યોજાઇ હતી તેમાં સરપંચ તરીકે નરગીશ આરીફભાઇ બાદી ૭૮૪ માટે વિજેતા બનેલા છે અને તેઓની ઉમર માત્ર ૨૬ વર્ષ છે અત્યાર સુધીમાં આ ગામમાં જેટલા પણ સરપંચ બન્યા છે તેમાં તેઓની ઉમર સૌથી નાની હોવાનું ગામના લોકો પાસેથી જાણવા મળેલ છે
