મોરબી જિલ્લામાં ૫૩ કેન્દ્રો ઉપર લેવામાં આવશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
SHARE
મોરબી જિલ્લામાં ૫૩ કેન્દ્રો ઉપર લેવામાં આવશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
મોરબી જિલ્લાના ૫૩ કેન્દ્રો પર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આગામી તા. ૩૧/૦૧/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર મોરબી ખાતે CET ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કુલ ૫૩ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા. ૩૧/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકથી ૦૩:૩૦ કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનિક્સ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. આ પરીક્ષા હળવદની ૧૩, માળીયાની ૪, મોરબીની ૧૯, ટંકારની ૫ અને ૧૨ શાળોમાં ઊભા કરેલ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.