મોરબીમાં બીમારીથી કંટાળી આધેડ પોતાના જ ગેરેજમાં અણધાર્યું પગલું ભર્યું
સરકારી કાર્ડ આશીર્વાદ સમાન સાબિત થયું: મોરબીના જ્યોતિબેન જોશી આયુષ્માન કાર્ડથી ઘૂંટણનુ ઓપરેશન કરાવી ફરી હરતા ફરતા થયા
SHARE
સરકારી કાર્ડ આશીર્વાદ સમાન સાબિત થયું: મોરબીના જ્યોતિબેન જોશી આયુષ્માન કાર્ડથી ઘૂંટણનુ ઓપરેશન કરાવી ફરી હરતા ફરતા થયા
સરકારની ‘આયુષ્માન ભારત’ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ત્યારે મોરબીના જ્યોતિબેન જોશીએ પણ આ યોજનાના થકી ઓપરેશન કરાવીને ઘૂંટણના દુખાવાની પીડામાંથી મુક્તિ મેળવી છે.અને આજે ફરી કોઈપણ સહારા વિના ચાલતા થયા છે.
૭૦ વર્ષીય લાભાર્થી જ્યોતિબેન જોશી છેલ્લા ૧૧ વર્ષથી ઘૂંટણના ગંભીર દુખાવાથી પીડાતા હતા. ઓપરેશનની અનિવાર્યતા હોવા છતાં આર્થિક સંજોગો આડે આવતા હતા. જ્યોતિબેન જણાવે છે કે, “દુખાવો એટલો વધી ગયો હતો કે ઓપરેશન સિવાય કોઈ રસ્તો નહોતો, પણ ૧.૨૦ થી ૧.૫૦ લાખનો ખર્ચ સાંભળીને હું ચિંતિત બની ગઈ. આ તબક્કે આયુષ્માન કાર્ડ અમારા માટે આશીર્વાદરૂપ સાબિત થયું. ડોક્ટરે જ્યારે કહ્યું કે આ કાર્ડ પર તમામ સારવાર મફત થશે, ત્યારે અમને મોટી નિરાંત થઈ. આજે સફળ ઓપરેશન બાદ હું કોઈના પણ સહારે વગર હરી-ફરી શકું છું અને મારા તમામ કામ જાતે કરી શકું છું. અમારા જેવા સામાન્ય માણસો માટે આ કાર્ડ વિના ઓપરેશન કરાવવું શક્ય નહોતું.”
જ્યોતિબેનની તંદુરસ્તી જોઈ તેમના પુત્ર, કે જેઓ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે, તેમણે હર્ષભેર પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “અમે દસ વર્ષથી મમ્મીને ઓપરેશન માટે મનાવતા હતા, પણ ઘરની આર્થિક સ્થિતિને જોતા મમ્મી હંમેશા અચકાતા હતા. પરંતુ આયુષ્માન કાર્ડની સરળ પ્રક્રિયાને કારણે તેમનું ઓપરેશન વિનામૂલ્યે અને સફળતાપૂર્વક થઈ ગયું. આજે ૧૦ વર્ષ પછી મમ્મીને પોતાની રીતે ચાલતા જોઈને હું ખૂબ ખુશ છું. ઓપરેશન બાદ અમે વૈષ્ણોદેવીના દર્શન પણ કરી આવ્યા છીએ.”
આજે જ્યોતિબેન કોઈપણ જાતના દુખાવા કે ટેકા વગર ચાલી શકે છે. તેમના ચહેરા પરનો સંતોષએ યોજનાની સાર્થકતાનો પુરાવો છે. જો આયુષ્માન કાર્ડ ન હોત, તો કદાચ તેમના જેવા અનેક જરૂરિયાત મંદોને આજીવન લાકડીના ટેકે અથવા પથારીવશ થઈને જીવવું પડત, આયુષ્માન કાર્ડના માધ્યમથી મોરબીના અનેક પરિવારો મોંઘી સર્જરીના આર્થિક બોજમાંથી મુક્ત થઈને આરોગ્યપ્રદ જીવન જીવી રહ્યા છે.