મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી યોજાઇ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર ફોકસ
મોરબીમાં મનપાની ઢોર પકડ ટીમે પકડેલી ગાયને છોડવી જવા માટે બે શખ્સોએ કરી માથાકૂટ: જાનથી મારી નાખવાની આપી ધમકી
SHARE
મોરબીમાં મનપાની ઢોર પકડ ટીમે પકડેલી ગાયને છોડવી જવા માટે બે શખ્સોએ કરી માથાકૂટ: જાનથી મારી નાખવાની આપી ધમકી
મોરબી મહાપાલિકાની ઢોર પકડવા માટેની ટીમ દ્વારા ખાખરેચી દરવાજા પાસે રજડતા ઢોરને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે બે શખ્સો ત્યાં આવ્યા હતા અને મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને તેઓને ગાળો આપી હતી તેમજ ધક્કો મારીને પકડાયેલ ઢોરને છોડાવી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહાપાલિકાના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનારા બંને શખ્સોની સામે કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
માળીયા તાલુકાના મોટાભેલા ગામના રહેવાસી અને મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી તરીકે શહેરમાં રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી કરતા વિપુલભાઈ લખમણભાઇ છૈયા (29)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ દેવાભાઈ રહે. ભરવાડ શેરી મોરબી તથા વિજયભાઈ મયાભાઈ રાતડીયા રહે. ભરવાડ શેરી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 9/1 ના રોજ સવારે 9:45 વાગ્યાના અરસામાં મોરબીના ખાખરેચી દરવાજા પાસે રખડતા ઢોરને પકડવા માટેની ફરિયાદી તથા અન્ય સાહેદો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન ત્યાં ગાયને પકડવામાં આવી હતી ત્યારે બંને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ રાજુભાઈ દેવાભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે વિજયભાઈ રાતડીયાએ ફરિયાદીને ધક્કો મારીને પકડાયેલ ઢોરને છોડાવી જઈને મહાપાલિકાના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી હાલમાં મહાપાલિકાના કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.