મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા મનાલીબેન મોહનીસપરી ગોસાઈ (25) નામની મહિલાએ પોતે પોતાના ઘરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એમ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે અને મૃતક મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

ઈજાગ્રસ્ત વૃદ્ધા સારવારમાં

ધાંગધ્રા પાસેના નારીચાણા ગામે રહેતા ધનીબેન ઈશ્વરભાઈ પટેલ નામના એકયાંશી વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક તેમના બાઈકની આડે કૂતરૂ અચાનક આડું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હોય ઇજા પામતા અત્રે શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે રહેતા કાસમભાઈ મહંમદભાઈ ભટ્ટી નામના ૩૦ વર્ષના યુવાનને ઘર નજીક મારામારીમાં ઈજા પહોંચેલ હોય સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.જ્યારે મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે ઘરે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા અમીનાબેન અકબરભાઈ જામ નામના ૪૨ વર્ષીય મહિલાને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.




Latest News