રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો નહીં આડકતરો ફાયદો થશે: મનોજભાઇ એરવાડીયા


SHARE







કેન્દ્ર સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો નહીં આડકતરો ફાયદો થશે: મનોજભાઇ એરવાડીયા

કેન્દ્ર સરકાર દ્વારા રીલીઝ કરવામાં આવેલ વર્ષ 2026-27 ના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો થવાનો નથી તો પણ આ બજેટને સિરામિક ઉદ્યોગકારો સહિતના આવકારી રહ્યા છે કેમ કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ મકાન બનાવવાની જાહેરાત કરવામાં આવેલ છે. તેનો સીધો નહીં પરંતુ આડકતરો ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગને થશે. તેવું મોરબી સિરામિક એસો.ના પ્રમુખ જણાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા આજે જે બજેટને સાંસદ ભવનમાં રજુ કરવામાં આવ્યું છે તે સામાન્ય લોકો તેમજ ખેડૂતો માટે લાભકારક હોવાનું તેમજ અર્થતંત્રને દોડતું કરે તેવું બજેટ છે જો કે, મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે ત્યારે આ બજેટ સિરામિક ઉદ્યોગ માટે કેવું રહેશે તે જાણવાનો પ્રયાસ કરતા મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ જણાવ્યુ હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક ફલક ઉપર પથરાયેલો છે અને વર્ષે કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે જો કે, સીરામીક પ્રોડક્ટ ઉપર 18 ટકા જીએસટી લાગે છે તેને ઘટાડવામાં આવે તેવી માંગ કરી હતી તે સંતોષવામાં આવેલ નથી અને સીરામીક પ્રોડકોટના ઉત્પાદન માટે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉપર 6 ટકા વેટ લાગે છે. જો કે, નેચરલ ગેસને જીએસટીમાં સમાવવામાં આવે તેવી માંગ કરી હતી તેને પણ ધ્યાને લેવામાં આવેલ નથી જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો નથી જો કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ જેટલા મકાન બનાવવાની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં ટાઇલ્સ અને સેનેટરી મોરબીના સિરામિક ઉદ્યોગની વપરાશે જેથી ઉદ્યોગકારોને ફાયદો થશે અને ખાસ કરીને એમએસએમઇ માટે 10 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેનાથી મોરબીના ઉદ્યોગકારોને ફાયદો થશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી મોરબીના સિરામિક ઉદ્યોગને આડકતરી રીતે ફાયદો થશે તેવું સિરામિક એસો.ના પ્રમુખ જણાવી રહ્યા છે.




Latest News