મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે


SHARE





રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે

૧ લી ફેબ્રુઆરીથી ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ઓનલાઈન નોંધણીનો પ્રારંભ; ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે થશે રજીસ્ટ્રેશન, પોષણક્ષમ ટેકાના ભાવે અનાજની ખરીદી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત
 

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ રૂ. ૨૫૮૫ પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવ્યો છે.રાજ્યના ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા આશય સાથે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.દ્વારા મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રક્રિયા અંતર્ગત ખેડૂતોએ પોતાના ઉત્પાદનનું વેચાણ કરવા માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

મોરબી જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તા.૧-૨-૨૬ થી ૧-૩-૨૬ સુધી સમગ્ર જિલ્લામાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે કરવામાં આવશે.ખેડૂતોએ નોંધણી માટે જરૂરી આધાર પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮-અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮-અ માં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામની બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક સાથે લાવવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ખેડૂત ખાતેદારોની નોંધણી અને જથ્થાની ખરીદી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિ દ્વારા જ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે.નોંધણી કરાવેલ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે. ઘઉંની ખરીદીનો સમયગાળો તા.૪-૩-૨૬ થી ૧૫-૫-૨૬ નક્કી કરવામાં આવ્યો છે,જે અંતર્ગત ખેડૂતોએ ખરીદી સમયે પોતાનું આધાર કાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.જો દસ્તાવેજ ચકાસણી દરમિયાન કોઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે,તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે.નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી કે માર્ગદર્શનની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.મોરબીના નાયબ જિલ્લા મેનેજરે યાદીમાં જણાવેલ છે.




Latest News