મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ


SHARE











મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આજે ટંકારા તાલુકા સહિત મોરબી જિલ્લાના ખેડૂતો કલેકટરને રજૂઆત કરવા માટે થઈને પહોંચ્યા હતા અને જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાલમાં ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેઓને વળતરની સ્પષ્ટતા કર્યા વગર કામ કરતા હોવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ છે જેથી કંપની દ્વારા વળતર સહિત તમામ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવે ત્યાર પછી જ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકાની અંદર ખેડૂતોના ખેતરમાંથી ખાનગી કંપનીની વીજ લાઈનો પસાર થાય છે તેના વીજપોલ ઉભા કરવા માટે વળતરની માંગણીને લઈને આંદોલનો કરવામાં આવે છે તેમ છતાં પણ ખેડૂતોની માંગણીઓને ધ્યાને લઈને તેઓને યોગ્ય વળતર આપવામાં આવતું નથી જેથી કરીને આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સભા પૂર્ણ થયા બાદ ટંકારાથી મોરબી સુધીની 200થી વધુ ટ્રેક્ટર સાથેની એક ટ્રેક્ટર રેલી યોજાઈ હતી.

ત્યારબાદ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલીયા, જયેશભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, મહેશભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચોખલિયાની આગેવાની હેઠળ કલેકટર કચેરીએ કલેકટરને રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને જુદા જુદા જિલ્લાની અંદર વીજ કંપનીની જે વીજ લાઈન પાથરવામાં આવી રહી છે અને તેના વીજ પોલ ઉભા કરવામાં આવે છે તેના માટેના નિયમો અલગ અલગ હોય તેવું ધ્યાન ઉપર આવી રહ્યું છે જેથી આ બાબતે સમગ્ર ગુજરાતની અંદર એક ગાઈડલાઈન નક્કી કરવામાં આવે અને તે મુજબ જ વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા લાઇસન્સ મેળવવામાં આવ્યા છે તેમાં પણ સ્પષ્ટતા નથી અને કલેક્ટરને વીજ લાઈન માટેનો સર્વે નંબર સાથેનો રોડ મેપ પણ આપવામાં આવ્યો નથી તેમ છતાં પણ કલેક્ટર દ્વારા જે રીતે પોલીસ પ્રોટેક્શન  કામગીરી કરવા માટે થઈને આપવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી. જેથી કરીને પોલીસ પ્રોટેકશન સાથે વીજ પોલ ઊભા કરવા માટે થતી કામગીરીને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને તાજેતરમાં પંજાબ હાઇકોર્ટ અને કેરલા હાઇકોર્ટ દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ બાબતે જે આદેશ કરવામાં આવેલ છે તેને પણ ગુજરાતમાં ધ્યાને લઈને ગુજરાતના ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તે પ્રકારેની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી છે

આટલું જ નહીં જો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈને ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને મોરબી જિલ્લાના ખેડૂતોને પૂરતું વળતર ખાનગી કંપની તરફથી મળે તેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આજે જે રીતે ટંકારાથી મોરબી સુધીની ટ્રેક્ટર રેલી યોજાઇ હતી આવી જ રીતે ટંકારાથી ગાંધીનગર સુધીની ટ્રેકટર રેલી યોજાશે તેવી ચીમકી ખેડૂતોના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે.

આગેવાનોના સવાલોના જવાબ આપવાને બદલે કલેક્ટર મૌન રહ્યા !

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે થઈને પહોંચ્યા હતા ત્યારે ખેડૂતો સાથે જે અન્યાય કરી રહ્યા તે બાબતને લઈને કેટલીક સ્પષ્ટતા કરવા માટે થઈને કલેકટરને આગેવાનો દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લાના કલેકટર કે.બી.ઝવેરી દ્વારા તેઓના પ્રશ્નોનો ઉત્તર આપવાના બદલે મૌન સેવી લેવામાં આવ્યું હતું અને તેઓની જે રજૂઆત છે તે બાબતે સરકારને તેમના દ્વારા જાણ કરવામાં આવશે. સાથોસાથ ખેડૂતોને અન્યાય ન થાય અને વધુ વળતર મળે તેના માટેના પ્રયાસો કરશે તેવી પણ ખાતરી આપી હતી.






Latest News