મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે


SHARE





મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળા રૂટને વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળો રૂટ વન-વે રહેશે. જ્યારે રવાપર ચોકડી અને બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અને પંચાસર/વાવડી ચોકડી તરફ જવા માટેનો રૂટ રહેશે. આ જાહેરનામું અગામી ૩૧/૦૪/૨૦૨૬ સુધી સવારના ૦૭.૦૦ કલાકથી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.




Latest News