મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો
મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા
SHARE
મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા
મોરબી મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં રોડ રસ્તાની સફાઈ, કચરા કલેક્શન, સફાઈ કામદારોની ઘટ, વીજ કંપનીએ અંડર ગ્રાઉન્ડ વાયર પાથરવા માટે તોડી નાખેલા રોડ રીપેર કરવા સહિતના પ્રશ્નો કોર્પોરેટરો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા જેના સબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા જવાબો આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ અંતમાં મેયર દ્વારા મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે આયોજન કરીને વહેલી તકે જે કોઈ પ્રશ્ન છે તેને ઉકેલવામાં આવશે તેવી ખાતરી જનરલ બોર્ડમાં આપવામાં આવી હતી
મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષ સ્થાને આજે જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં મહાપાલિકાના કોર્પોરેટરો દ્વારા વિવિધ પ્રશ્નો પુછવામાં આવેલ હતા જેમાં સ્વચ્છતા, સફાઈ, ટ્રાફિક સમસ્યા, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે. ખાસ કરીને કોર્પોરેટર કેયુર પંડયા દ્વારા મોરબીમાં ડોર ટુ ડોર જે કચરા કનેક્શનની કામગીરી કરવામાં આવે છે તેમાં ઘણી મિકલતો બંધ છે અને ઘણી શેરીઓ નાની હોવાથી ત્યાં વાહન જતાં નથી તો પણ બધી જ મિલકતોને ગણીને કોન્ટ્રાકટરને બિલ કેમ આપવામાં આવે છે તેવો સવાલ કર્યો હતો. તેમજ મોરબીમાં આવેલ મચ્છુ નદીની સફાઈ કરવાનો પ્રશ્ન પણ રજૂ કર્યો હતો
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ ગ્રામ્ય વિસ્તારો સહિત તમામ જગ્યાએ સફાઈ કામદારો સફાઈ કરવા માટે થઈને આવતા ન હોય જેટલા સફાઈ કામદારોની ઘટ હોય તેટલા સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે તેની રજૂઆત બોર્ડ બેઠકમાં કરવામાં આવી હતી. જ્યારે કોર્પોરેટર ભુપેન્દ્રભાઈ જારીયાએ મોરબીમાં અંડર ગ્રાઉન્ડ વીજ વાયરો પાથરવા માટે રોડ ખોદવામાં આવેલ છે ત્યાર પછી ત્યાં રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી. જેથી વહેલી તકે રીપેર કરવામાં આવે તેમજ નવરાત્રીને ધ્યાને રાખીને ગરબીના ચોકમાં આરસીસી કામ કરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
જયારે કોર્પોરેટર બ્રિજેશભાઈ કુંભારવાડીયાએ ગણેશ ઉત્સવને ધ્યાને રાખીને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવીને યોગ્ય રીતે તેમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી કેમ કે, ગત વર્ષે ગણપતિની મૂર્તિઓનું જે વિસર્જન કરવામાં આવ્યા હતું ત્યાર બાદ આજ સુધી તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો નથી જેથી આગામી સમયમાં લોકોની ધાર્મિક લાગણી ન દુબઈ તે રીતે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
તો કોર્પોરેટર હિરેનભાઈ કલોતરા દ્વારા મોરબીમાં આવેલ તમામ મિલકતોનો રી-સર્વે કરવામાં આવે અને લોકોની સુવિધામાં વધારો કરવા માટે વધુ સીટી બસ દોડાવવામાં આવે તેની જનરલ બોર્ડમાં રજૂઆત કરેલ છે. આ બેઠકમાં મોરબીના શનાળા રોડ ભક્તિનાગર સર્કલથી નવલખી ફાટક સુધીમાં માર્ગનું એસવીએમએસ સ્વામિનારાયણ માર્ગ અને ગોકુલનગર મેઇન રોડને સ્વ. ગોકળદાસ ડોસાભાઈ પરમાર નામકરણ કર્યું છે અને રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સર્કલને જીવદયા કેન્દ્ર સર્કલ નામ આપવામાં આવ્યું છે અને મોરબી માર્કેટ યાર્ડના કોપ સભ્ય તરીકે કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલાની સર્વનુમતે નિમણૂક કરવામાં આવેલ છે









