મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાંટીલા ગામે પટેલ સમાજવાડીનું લોકાર્પણ-દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE









માળીયા (મી)ના જુના ઘાંટીલા ગામે પટેલ સમાજવાડીનું લોકાર્પણ-દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

માળીયા મિયાણાં તાલુકાનાં જૂના ઘાંટીલા ગ્રામ પરિવાર અને શ્રી જૂના ઘાંટીલા સોશ્યલ ગ્રુપ મોરબી દ્વારા આયોજિત ભવ્ય 'શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ' અને 'પટેલ સમાજવાડી લોકાર્પણ' કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ત્યારે પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ હાજર રહ્યા હતા.

ત્રિ-દિવસીય આ મહોત્સવમાં ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં 30 જાન્યુઆરીના રોજ દેહશુદ્ધિ યજ્ઞ અને હેમાદ્રી પ્રયોગ સાથે કરવામાં આવી હતી. જેમાં બીજા દિવસે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અને રાત્રિના સમયે યોજાયેલ ભજન સંધ્યામાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અને છેલ્લા દિવસે સવારે માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હોમ, મહાઅભિષેક અને મહાઆરતી યોજાઇ હતી ત્યાર બાદ દાતાઓનું સન્માન કરાયું હતું અને સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા અને નવનિર્મિત સમાજવાડીના લોકાર્પણને બિરદાવ્યું હતું. આ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે સાંજે મહા પ્રસાદ યોજાયો હતો જેમાં જૂના ઘાંટીલા ગામના તમામ સમાજના પરિવારોએ સાથે મળીને પ્રસાદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જૂના ઘાંટીલા સમસ્ત પાટીદાર પરિવાર અને સોશ્યલ ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News