વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીનાં ચકમપર(જી) ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીનાં ચકમપર(જી) ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાનાં ચકમપર(જીવાપર) ગામે રહેતા યુવાન સાથે અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને તેને ગાળો આપી હતી ધોકા તેમજ પાઇપ વડે બે શખ્સો દ્વારા તેને માર મારવામા આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવની નોંધ કરીને આરોપીઓને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ચકમપર(જીવાપર) ગામે પ્લોટ વીસ્તારમાં રહેતા દિનેશભાઇ કાંતીભાઇ ચૌહાણ (ઉ. ૩૨)એ હાલમાં કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણ અને દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણ રહે બન્ને ગામ ચકમપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૬/૧૨ ના સાંજના છએક વાગ્યાના અરસામા ચકમપર ગામે આવેલ પાણીના આરો પ્લાન પાસે ફરીયાદી યુવાનને આરોપીઓ અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને ગાળો આપી હતી અને ફરીયાદી યુવાન સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારે આરોપી કિશનભાઇ ઉર્ફે ત્રિભુવનભાઇ વાલજીભાઇ ચૌહાણએ ફરીયાદી યુવાનને જમણા હાથમા લાકડાના ધોકાથી માર મરેલ હતો અને દેવજીભાઇ વાલજીભાઇ ચૌહાણએ લોખંડના પાઇપથી માતા અને જમણા પગમા માર માર્યો હતો જેથી ભિગ બનેલા યુવાને હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો. કલમ- ૩૨૪, ૩૨૫, ૫૦૪,૧૧૪ તથા જી. પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News