મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર


SHARE









મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર

મોરબીમાં જુદાજુદા વોર્ડમાં મુખ્ય માર્ગોની આસપાસમાં કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે ત્યારે ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાને શહેરના વોર્ડ નં. 4 અને 6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સફાઈ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત હતી ત્યાં સંબંધિત અધિકારીઓ જરૂરી સૂચના આપવામાં આવેલ છે.

મોરબી મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાને શહેરના વોર્ડ નં. 4 અને 6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત વિશેષ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન વોર્ડના મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ, જાહેર સ્થળો, ખુલ્લા પ્લોટ, કચરા સંગ્રહ સ્થળો, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી, જાહેર શૌચાલયો, ગટર તથા ડ્રેનેજની સ્વચ્છતા સહિત વિવિધ મુદ્દાઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. જ્યાં સફાઈ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત હતી ત્યાં સંબંધિત અધિકારીઓ, સેનિટરી ઇન્સ્પેક્ટર, સેનિટરી સબ ઇન્સ્પેક્ટર અને સફાઈ એજન્સીને તાત્કાલિક જરૂરી કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે, કચરાનો સમયસર ઉપાડ થાય, જાહેર સ્થળોએ કચરો ન ફેલાય તેમજ નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સતત દેખરેખ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા સંબંધિત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ડેપ્યુટી મેયરે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા સફાઈ એજન્સીને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની સૂચના આપી હતી. અને આગમી સમયમાં શહેરના જુદાજુદા વોર્ડમાં આવી જ રીતે વિઝિબલ ક્લીનલિનેસ નિરીક્ષણ કરવામાં આવશે અને સ્વચ્છતા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.




Latest News