ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના જોન્સનગરમાં રહેતી યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













મોરબીના જોન્સનગરમાં રહેતી યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના જોન્સનગર વિસ્તારમાં રહેતી યુવતીએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ કાનજીભાઈ પરમારની 20 વર્ષની દીકરી સોનુબેન પરમારએ પોતે પોતાના ઘરની અંદર હતી ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવતીને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં
ઉપલેટાના જામટીંબડી ગામે રહેતા મોહમ્દશબ્બીર અજીજમિંયા નામના ૩૮ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે જામકંડોરણાના ભડીયા ગામ પાસે વાહન સ્લીપ થઇ જતા ઇજાગ્રત હાલતમાં સારવાર માટે અહિંની સાગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

બાળકી સારવારમાં
માળિયા મિયાણાના વવાણીયા ગામે રહેતા પરિવારની આશિયાના દાઉદભાઈ પરિત નામના ૧૨ વર્ષની બાળકીને કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેને સીવીલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામના ગીતાબેન બાબુભાઈ ડાભી નામના ૫૫ વર્ષના આધેડ મહિલા ગામમાં બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી અવની ચોકડી પાસે રત્ન એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં રહેતા મગનભાઈ અમરશીભાઈ પેથાપરા નામના ૬૪ વર્ષના વૃદ્ધ મોરબીના નવા બસ સ્ટેશન સામે સરદારના સ્ટેચ્યુ પાસેથી જઈ રહ્યા હતા અને પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે એકટીવા ચાલક મહિલાને ડાબા હાથે ફેકચર જેવી ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.






Latest News