મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ


SHARE









મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ

મોરબીના માણેકવાડા ગામે રહેતા પરિવારની યુવતી ઘરેથી કામ માટે જાવ છું.તેમ કહીને નીકળી હતી.અને બાદમાં ઘરે પરત ન ફરી હોય તેના મોટાભાઈ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

હાલ તાલુકા પોલીસ મથક ખાતે માણેકવાડા ગામના મુકેશભાઈ વાલજીભાઈ ચૌહાણ (૨૯) દ્વારા જાણ કરી પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, તેમની નાની બહેન પુષ્પાબેન વાલજીભાઈ ચૌહાણ (૨૭) ગત તા.૧૪-૭ ના રોજ ઘરેથી "કારખાને જવા માટે જાવ છું" તેમ કહીને નીકળી હતી. અને બાદમાં ગુમ થઈ ગયેલ છે.ઘરમેળે તેની શોધખોળ કરી હતી છતાં કોઈ પતો લાગ્યો ન હોય હાલ પોલીસમાં જાણ કરાયેલ છે.તેથી બીટ વિસ્તારના જમાદાર ગીરીશભાઈ મારૂણીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મહિલાનું મોત

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ગીતાબેન જીતેન્દ્રભાઈ વરાણીયા નામના ૪૧ વર્ષીય મહિલાને બીમારી સબબ અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.ત્યાં જેઓનું ગત તા.૨૨ ના રાત્રિના દસેક વાગ્યે મોત નિપજયુ હતું.બનાવને પગલે રાજકોટથી યાદી આવતા પંકજભાઈ ગુઢડા દ્વારા આ બાબતે તપાસ ચલાવવામાં આવી રહી છે.

દારૂ સાથે બે પકડાયા 

મોરબી એ ડિવિઝન પોલીસે શહેરના વાવડી રોડ ગાયત્રીનગર પાસેથી નીકળેલા બે શખ્સોને અટકાવી તેમની જડતી લેતા તેઓ પાસેથી દારૂના ત્રણ નાના ચપલા મળી આવતા રૂા.૩૬૦ ની કિંમતની ત્રણ નાની બોટલો સાથે કિરીટ મનજી દેત્રોજા (૪૬) રહે.ગાયત્રીનગર શેરી નંબર-૪ વાવડી રોડ અને નવઘણ રઘુ ડેડવાણીયા (૩૧) રહે.લાયન્સનગર રણછોડનગર મોરબી ની ધરપકડ કરી તેમની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ કરી હતી.




Latest News