મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું
મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
SHARE
મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા માટે થઈને ગયેલ યુવતી અને તેની દાદીને ઢીકાપાટુનો તથા લોખંડના પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવતીએ નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના પાનેલી ગામે હનુમાનજી મંદિર પાસે રહેતા નિકિતાબેન ભુરાભાઈ ચાવડા (20) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ લાલજીભાઈ ચાવડા રહે. પાનેલી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આરોપી તેઓના ઘર પાસે ગાળો બોલતો હતો તેમજ લાકડાના વાસણા ત્યાં નાખેલા છે તેને ખસેડતો હતો જેથી કરીને ફરિયાદી તથા તેના દાદી માણેકબેન તેને ના પાડવા માટે તેને ગયા હતા ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદી તથા સાહેદને શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લોખંડના પાઇપ વડે બંને હાથમાં મારમારીને ઈજા કરી હતી તેમજ ગાળો આપી હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં મહિલાએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે કરી ફરિયાદ
મોરબીમાં આપેલ મહેન્દ્રપરા શેરી નંબર 14 ખ્વાજા પેલેસની બાજુમાં માવતરના ઘરે રહેતા અમીરુનબેન સદામહુસેન લોલાડીયા (31) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સદામહુસેન સલીમભાઈ લોલાડીયા, સસરા સલીમભાઈ ઉમરભાઈ લોલાડીયા, સાસુ શયદાબેન સલીમભાઈ લોલાડીયા રહે ત્રણેય ભાટિયા સોસાયટી વાંકાનેર અને નણંદ શબનમબેન જાબીરભાઈ ધોણીયા રહે બગદાદી હાઈટ્સ મહેન્દ્રપરા મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓને અવારનવાર ઘરકામ બાબતે અને નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરતા હતા અને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો તેમજ તેના પતિ દ્વારા અવારનવાર મારકૂટ કરીને ગાળો આપવામાં આવતી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે