મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ


SHARE









તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ

ટંકારા ખાતે રહેતી પરણીતાને તેના પતિએ તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ તેના સાસુ સસરા અને બે નણંદ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવતું હતું જેથી કરીને પરિણીતાએ એસિડ પી લીધું હતું માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાના પિતાએ તેઓના જમાઈ અને તેના માતા પિતા તેમજ બે બહેનની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જોડિયા તાલુકાના બાલંભા ગામના રહેવાસી નટવરલાલ દેવશીભાઈ ચોથાણી (62) એ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના જમાઈ મંથનભાઈ જીતેન્દ્રભાઈ ઘેટીયા, જીતેન્દ્રભાઈ ઘેટીયા, રમાબેન ઘેટીયા, અવંતિકાબેન ઘેટીયા તથા જિજ્ઞાસાબેન ઘેટીયા સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે તેઓની દીકરી પૂજાના લગ્ન મંથનભાઈ સાથે થયા હતા અને મંથનભાઈ તેમજ તેની બે બહેન અવંતિકાબેન અને જિજ્ઞાસાબેન તેમજ માતા રમાબેન અને પિતા જીતેન્દ્રભાઈ દ્વારા અવારનવાર કામકાજ બાબતે તથા પ્રસંગમાં જવા બાબતે ફરિયાદીની દીકરીને મેણાં ટોણા મારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને ફરિયાદીની દીકરીને તેના પતિ દ્વારા “તું અમને જોઈતી નથી, તને રાખવી નથી” તેવું કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જ્યારે અન્ય આરોપીઓ દ્વારા ફરિયાદીની દીકરી સાથે અપમાનજનક વર્તન કરી ઝઘડો કરવામાં આવતો હતો જેથી કંટાળી જઈને ફરિયાદીની દીકરીએ એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ હાલમાં મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi #મોરબી 




Latest News